ઊગ્યો સૂરજ જાગેલા ભમરાએ પંકજ દીઠું
નજીવ પુષ્પ મેઘની ગર્જનાએ કર્યું જીવંત
મૂઢ આભના કિનાર પર મળ્યો નવો સૂરજ
વિના ચાંદના આભમાં , નવા તારા જગમગતા
સ્થીર જળમાં હંસ પ્રવેશ્યું , શશી થયો ગાયબ
ઉગ્ર પવન ધુમ્મસ ઉઠ્યો, જોયું કલ્પતરુને
બુંદનો રવ ગ્રીષ્મમાં , વાછંટ કે મોરના આંસુ ?
સમંદર થી ઝરણાની ગર્જના વધારે શાંત?
પાંદડું પડ્યું સ્થીર નદીમાં, વહ્યા નીર વેગથી
મન ખેંચાતા પ્રભાત કલરવે આજ આથમ્યો